Incometax 2019-20
ઈન્કમટેક્સ 2019-20 (update 20-01-2020)
શિક્ષક મિત્રો ! ગત વર્ષે શ્રુતિ ફોન્ટમાં ઈન્કમટેક્સ ફોર્મ બનાવેલ હતું, આ ફોર્મ ઘણા જિલ્લાના શિક્ષક મિત્રોએ ઉપયોગ કર્યો અને આ વર્ષે પણ બનાવવા માટે ફોન કરીને સુચન કરેલ. આ વખતે આપ સર્વોના સુચન અને જરૂરિયાત અનુસાર આ ફોર્મ અપડેટ કરેલ છે. કોઈ ભૂલ જણાય તો સુધારા વધારા કરવા માટે આપના સુચનો આવકાર્ય રહેશે. તમને સોફ્ટવેર ગમે તો આ બ્લોગનું એડ્રેસ અન્ય મિત્રો સાથે શેર જરૂર કરશો.
ઈન્કમટેક્સ ફોર્મ કઈ રીતે ભરશો ?
સૌ પ્રથમ નીચે આપેલી લીંક પરથી આપનું ફોર્મ ડાઉનલોડ કરો, ત્યારબાદ નીચે આપેલી સુચના પ્રમાણે ફક્ત માહિતી ભરવાથી ઈન્કમટેક્સને લગતા તમામ ફોર્મ ઓટોમેટિક ભરાઈ જશે.
- પગારની આવક આ ફોર્મમાં પગારબીલ મુજબ આવક અને કપાતની વિગત ભરો. મોંઘવારીની ટકાવારી જે તે મહિના મુજબ એન્ટર કરો. મોંઘવારીની ગણતરી આપોઆપ થઈ જશે.
- ડીકલેરેશન ફોર્મ આ ફોર્મમાં પગારબીલ સિવાયની બારોબારની આવક અને કપાતની વિગત ભરો. વ્યાજ આવકના ખાનામાં ગમે તેટલું ઓછું વ્યાજ આવેલ હોય તો પણ બતાવવું, તે 10,000 થી ઓછું હશે તો વિભાગ D માં ઓટોમેટિક કપાઈ જશે. 10,000
કરતા વધારે હશેતો 10,000 કપાશે. કોઈ ખાનામાં ભૂલથી ખોટો આંકડો ટાઇપ થાય તો ફરીવાર તે ખાનામાં 0 ઝીરો ટાઇપ કરો જેથી Rs.નો સિમ્બોલ આવી જશે.
- આવકવેરા ફોર્મ આ ફોર્મમાં ફક્ત આઈવરી રંગના ખાનામાં લાગુ પડતી વિગત ભરો.
- ફોર્મ નમ. 16
આ ફોર્મમાં તમારી તાલુકા ઓફિસનો TANનંબર નાખવો. છેલ્લે આવેલ રકમ શબ્દોમાં લખવી. અન્ય માહિતી આપોઆપ ભરાઈ જશે.
- બેંક ચલણ
ફોર્મ આ ફોર્મ ઓટોમેટીક ભરાઈ જશે.
- ફોર્મ 10 E P-1 અને ફોર્મ 10 E P-2 પણ આપેલ છે.